વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...
Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.” ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજા...