Skip to main content

Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ
Recent posts

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

  Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

  Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કર