Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ...

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

        

Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ. 

મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે.

ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા પુરુષોની સરખામણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી ૧૦ ટકા કરતાં ઓછી હોય તેવા મથકના બીએલઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં બીએલઓ સાથે સક્રિય ચર્ચા કરી ઓછા મતદાન થવા પાછળના કારણો અંગે ચર્ચા કરી આ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આવનારી લોકસભા ચૂંટણીમાં આ પરિસ્થિતી ન થાય તે માટે નાગરિકોને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોમાં સાંકળવા આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર આગામી દિવસોમાં 'ચુનાવ પાઠશાલા'નું આયોજન દરેક વિસ્તારમાં કરવામાં આવશે ચૂંટણી પંચ તરથી આપવામાં આવેલ મતદાન કરવા પ્રેરિત કરેતી આમંત્રણ પત્રીકાનું વિતરણ કરી આગામી ૭મે મેના રોજ મતદાન કરવા પ્રેરિત થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. આમ, ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના સંકલ્પને સાર્થક કરવા નવસારી ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

  Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્...