Skip to main content

Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ

Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates

  Tapi district,Nizar, kukarmunda educational blogspot news updates  તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત   એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. સરકારશ્રીના યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા પેરામીટર્સને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/Q1CoFydoD7 — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ સોનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન ઉકાઇ આંગણવાડીની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi   pic.twitter.com/ZGjIklERsG — Collector & DM-Tapi (@CollectorTapi)  July 6, 2024 આજ રોજ નિઝર તાલુકાની મુલાકાત દરમિયાન નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @In

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

 Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ  પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન  ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી  ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.  આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્યશ્રી નરહરિભાઈ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, ગાંધીનગર  એસ. પી શ્રી વાસમશેટ્ટી રવિતેજા, મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી... Posted by  Info Gandhinagar GoG  on  Saturday, July 6, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો,

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

 Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates